જીવનનાં સઘળાં કર્મોમાંથી આનંદની બાદબાકી થઈ રહી છે. આવું બને ત્યારે માણસ કલાકાર મટીને કામદાર બની રહે છે. આનંદપુર્વક ન ભણાવનારો પ્રાધ્યાપક પણ કામદાર ગણાય. આનંદપુર્વક પોતાની ફરજ ન બજાવનાર મેયર, કમીશ્નર, કલેક્ટર અને પ્રધાન પણ કામદાર જ ગણાય. કોઈ પણ મનુષ્ય પગારપુર્વક, લોભપુર્વક અને મોહપુર્વક કામ કરે ત્યારે આનંદપુર્વક કામ કરવાનું ચુકી જાય છે. આખો સમાજ ધીરે ધીરે કામદારોનો સમાજ બનતો જાય છે. કોઈ કામદાર કદી સુખી ન હોઈ શકે. મલ્ટીનેશનલ કંપનીનો ચીફ ઓફીસર પણ “કામદાર' હોઈ શકે છે.