સીનીયર સીટીઝન્સ મોકળાશનો સ્વાદ ધરાઈને માણે છે. એ સ્વાદનું રહસ્ય એમના મીજાજમાં રહેલું છે. એ મીજાજ એટલે સ્વરાજનો મીજાજ. સ્વરાજનો મીજાજ એટલે શું? “હવે હું કોઈને જવાબ આપવા બંધાયેલો નથી', એવી દાદાગીરીમાં દાદાની ખરી શોભા પ્રગટ થાય છે. સ્વતંત્ર હોવું એટલે જ પોતાની મરજીના માલીક હોવું. મરજીની ગુણવત્તા એટલે જ જીવનની ગુણવત્તા. માણસે પોતાની મરજીને માંજી માંજીને શુદ્ધ કરવી રહી. મરજીના માલીકને, માલીકની મરજી પર શ્રદ્ધા હોવી જોઈએ. સીનીયર સીટીઝનના સ્વરાજનું આ રહસ્ય છે.