(૯) ‘જ્ઞાની પુરુષ’ કોણ ?
સંત પુરુષ : જ્ઞાની પુરુષ
પ્રશ્નકર્તા : આ તો સંતો બધા જે થઈ ગયા એ અને જ્ઞાનીમાં અંતર કેટલું ?
દાદાશ્રી : સંત કોનું નામ ? કે જે નબળું છોડાવડાવે ને સારું પકડાવે. ખોટું કરવાનું છોડાવડાવે અને સારું કરવાનું પકડાવે, એનું નામ સંત કહેવાય.
પ્રશ્નકર્તા : એટલે પાપકર્મથી બચાવે છે, એ સંત ?
દાદાશ્રી : હા, પાપકર્મથી બચાવે એ સંત, પણ પાપ-પુણ્ય બન્નેથી બચાવે, એનું નામ જ્ઞાની પુરુષ કહેવાય.