કર્તાપદથી કર્મબંધ
પ્રશ્નકર્તા : આ કર્મનાં બંધનમાંથી છૂટવા માટે શું કરવું ?
દાદાશ્રી : આ કર્મ છે એ કર્તાના આધિન છે. એટલે કર્તા હોય તો જ કર્મ થાય. કર્તા ના હોય તો કર્મ ના થાય. કર્તા કેમ ? આ આરોપિત ભાવમાં મુકામ કર્યો એટલે કર્તા થયો. પોતાના મૂળ સ્વભાવમાં આવે તો કર્તા છે જ નહીં. ‘મેં કર્યુ’ એમ કહ્યું એટલે કર્તા થયો. એટલે કર્મને આધાર આપ્યો. હવે પોતે કર્તા ના થાય તો કર્મ પડી જાય, નિરાધાર કરીએ તો કર્મ પડી જાય. એટલે કર્તાપણું છે ત્યાં સુધી કર્મ છે.